ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામા પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા એક ભાઇ સાથેની વાતચીતમા તેમણે મને કહ્યું હતું કે, સારા ચોમાસા પછી લીલાછમ્મ કચ્છનો નજારો જોવાલાયક હોય છે અને તે સમયે મધ્યએશિયામાથી અમુક પક્ષીઓ પણ અહીં આવતા હોય છે. આથી, રજાનુ આયોજન કરી અમે કચ્છ જવાનુ નક્કી કર્યું. નખત્રાણા તાલુકામા આવેલ ધીણોધર ડુંગર તથા નજીકમા આવેલ કચ્છ ફસિલ પાર્કની અમે મુલાકાત લીધી.