અય વતન ૨ કેશુભાઇ તમારી દીકરી.

(15)
  • 3.4k
  • 1
  • 1.5k

પ્રકરણ - ૨ કેશુભાઈ તમારી દીકરી શાંતા મામી અને કેશુ મામા હતા તો એક જ ગામ માંડવીનં પણ રોજી રોટી અર્થે કરાંચી સ્થિર થયેલા. બહુ પ્રયત્નોને અંતે જ્યારે શાંતાને સંતાન ના થયું ત્યારે સમુબેને સવિતા આપી - ત્યારથી તે છોડી ઉપર શાંતાને ખૂબ જ વહાલ આવતું. વળી મોરછા કેશુ જેવી - અણીયાણું નાટક અને હરણ જેવી મોટી આંખ કેશુ મામા જેવી - એટલે તેને બહુ ગમતી. સવિતાને પણ નાનપણથી એમ જ શીખવાડેલું કે તેની માએ તેને શાંતા બાને આપી દીધેલ એટલે તેને બે મા છે. શાંતા મામીને પણ શાંતા બા કહેવાનું મામી નહીં. કેશુ મામા પણ સવિતાને બહુ વહાલ કરે.