કમ્માલનો માણસ છે આ!

(15)
  • 3.6k
  • 4
  • 988

“ફૂટવેરનો જ દાખલો લ્યો ને ! કોઈ શોરૂમમાં રેક ઉપર બોક્ષમાં પેક થયેલાં મૂલ્ય, ગુણવત્તા અને વિવિધ પ્રકારો ધરાવતાં જૂતાં આપણને કેવાં ધ્યાનાકર્ષક લાગે! મીઠડાં સેલ્સમેન કે સેલ્સવિમેન એમનાં ધંધાકીય કૌશલ્યો વડે આપણને એવાં હિપ્નોટાઈઝ્ડ કરી દે કે આપણે સ્લીપર્સ લેવા ગયાં હોઈએ અને બુટ ખરીદી લઈએ સસ્તું લેવાનો ઈરાદો હોય અને મોઘુંદાટ લઈ બેસીએ ઉંમરને શોભે તેવું લેવાના બદલે કોલેજિયનોની પસંદ એ આપણી પસંદ બની જાય! એ લોકોએ એમની ધંધાકીય પ્રિમાઈસિઝમાં જાણે કે એવાં અદૃશ્ય જામર (Jammer) લગાવી દીધાં હોય કે ગ્રાહકોની વિચારશક્તિ માત્ર નિષ્ક્રીય જ નહિ, બુઠ્ઠી પણ બની જાય! દિવ્ય દૃષ્ટિ ધરાવતાં એ સેલ્સ પર્સન્સ આપણા વૉલેટમાંની કરન્સી ગણી લે, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ જોઈ આવે અને આપણને આપણા કદ પ્રમાણે વેતરવાની પેરવી કરી લે. ખિસ્સાકાતરુઓ અને એ લોકોમાં જો ફરક હોય તો માત્ર એટલો જ કે પેલા ખિસ્સાકાતરુઓની કાતર કે બ્લેડ આપણાં ખિસ્સાં તરફ લંબાય, જ્યારે આ લોકોની કાતરો કે બ્લેડો એમના હાથમાં જ રહે …