વિવિધ ખીચડી

(73)
  • 8.2k
  • 11
  • 3.3k

ખીચડી આયુર્વેદિક ડાયેટ છે. અર્થાત્ બીમાર માટે વધારે સારી રહે છે. ખીચડી એ પચવામાં હલકો અને રાંધવામાં સરળ ખોરાક છે. ભારતના લોકોમાં ખીચડી સ્વાસ્થ્ય માટે લાભદાયી ભોજન ગણાય છે. ડોક્ટરો પણ એમના દર્દીઓને જરૂર લાગે તો ભોજનમાં ખીચડી ખાવાની સલાહ આપતા હોય છે. દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેમાં કાર્બૉહાઇડ્રેટ અને પ્રૉટીનનું સારું સંતુલન હોય છે. ખીચડીમાં મગની દાળ વપરાય છે જેમાં વિટામીન સી, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, પૉટેશિયમ અને ફૉસ્ફરસ હોય છે. વધુમાં તેમાં ૧૦ જરૂરી એમિનો એસિડ હોય છે જે પ્રૉટીનનો સંપૂર્ણ સ્રોત છે. ગરમાગરમ ખીચડીમાં ગાયનું ઘી નાખીને ખાવું હિતકારી છે. આ ખીચડીમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે. એક જ પ્રકારની ખીચડી ખાઇને કંટાળેલા લોકો માટે જુદી જુદી ખીચડીની રીત રજૂ કરી છે.