અજ્ઞાત સંબંધ - ૧૨

(142)
  • 7k
  • 3
  • 2.5k

રતને કળશ મંકોડીને આપતાં કહ્યું, “આની આસપાસ કુંડાળું બનાવ, જલ્દી.” મંકોડીએ તેના માલિક રતનની આજ્ઞાનું પાલન કર્યું. કળશમાંથી પાણીની ધાર રેડીને શ્યામાની ચોતરફ કુંડાળું બનાવ્યું. શ્યામા તેને અવગણીને તેની બહાર નિકળવા ગયો ત્યાં જ જોરથી ભડકો થયો અને કુંડાળાની રેખામાંથી અગ્નિની જ્વાળા ઉત્પન્ન થઈ. ચમત્કાર જોઈને ગામવાળા પણ અચંબિત થઈ ગયા. જમીન પર પડેલો રણજિત આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. મનોમન તે રતનનો આભાર માની રહ્યો હતો. રતને મંકોડી તરફ હાથ લંબાવ્યો. મંકોડીએ કાચની બોટલ આપી.