અજ્ઞાત સંબંધ - ૧૧

(141)
  • 6.7k
  • 9
  • 2.3k

ધીમા પગલે બધા ગુફાની અંદર પ્રવેશ્યા. અંદરનું દ્રશ્ય તો વધુ બિહામણુ હતું. કોઈ સામાન્ય કમજોર મનના માણસનું હ્યદય તો છાતી ચીરીને તેના હાથમાં આવી પડે. બપોરનો સમય હોવા છતાં અંદર અંધારુ હતું. થોડા અંદર ગયા બાદ મસાલો સળગતી હતી. રોશનીને જોઈ એટલે બધાને હાશકારો થયો, પણ એ વધારે વાર સુધી ટકી શકે એમ નહોતું. એક મોટી કાળ ભૈરવની મૂર્તિ ત્યાં હતી. એક મોટા માટીથી બનેલા પાત્રમાં દીવો પ્રગટાવેલો હતો. ત્યાં એક લાલ રંગનું મોટું કુંડાળુ કરેલું હતું જેમાં એક માણસનું શબ પડેલું હતું તેને કંકાલના ડોકાની માળા પહેરાવવામાં આવી હતી. સફેદ રંગની ભભુત આખા શરીરે લગાડેલી હતી. બધા જ ચોંકી ઉઠ્યા. આસપાસ પણ ઘણા કંકાલ અને દીવાલો પર અમુક વિચિત્ર લખાણો લખેલાં હતાં. એક અજીબ પ્રકારની ગંધ એ ગુફામાંથી આવી રહી હતી. તે એક એવી સુગંધ હતી જેને વારંવાર માણવી ગમે. પરંતુ આ કોઈ અત્તરની કે અગરબત્તીના ધુમાડાની સુગંધ નહોતી એ તો નક્કી હતું.