આજના જમાના માં મિત્રતા વાસ્તવ માં ઓછી ને કાલ્પનિક વધુ જોવા મળી રહી છે. તમારી પાસે બેઠેલા મિત્ર સાથે વાત કરવાની જગ્યા એ તમને સોશિયલ મીડિયા પર રહેલા મિત્રો એટલે કે ફેસબુક, વોટ્સએપ અને બીજી ઘણી ડેટિંગ કે મોબાઇલ ચેટ સાઈટ પર વાતો કરવી વધુ ગમે છે. કાલ્પનિક દુનિયા માં તમને કોઈક એવું પણ મળી જાય છે કે જેને તમે ક્યારેય મળ્યા નથી કે ના એના ચ્હેરા ને જોયો છે તેમ છતાં એક લાગણી નો સંબંધ બંધાઈ જાય છે. એક દિવસ લેપટોપ માં પ્રોગ્રામિંગ કરી ને કંટાળેલા શાહિદ એ ગૂગલ માં ટોપ ટેન ચેટ સાઈટ શોધી ત્યાં એની નજર એક