ધોરણ ૧૦ પછી એક નવા જ અભ્યાસ ની શરૂઆત હતી. નેહા ભણવામાં માં ખુબ હોશિયાર હતી એટલે એના પિતા એ એને વધુ અભ્યાસ માટે Information Technology માં એડમીસન અપાવ્યું હતું. પોતાના પિતાની મદદરૂપ કેમ જલ્દી થઇ શકશે એમ સમજી ને નેહા ભણવામાં ખુબ જ મન લગાવી ને ભણતી. કમ્પ્યુટર ના કીબોર્ડ પર ફરતી એની આંગળીઓ સાથે સાથે એના મનમાં પણ ઘણા સપના ઓ હતા કે પોતાના શહેર માં પણ પોતાનું જ એક ઘર હોય. સુરત શહેર ની આ નેહા રોજ કોલેજ જતા સમયે મનમાં અવનવા સપનાઓ લઈને જતી. એક દિવસ કમ્પ્યુટર લેબ માં એની નજર એક છોકરા પર પડી, નેહા