પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને!

(11)
  • 3.1k
  • 4
  • 870

‘દૂ…ધ’ એવો સાદ પાડતી મેનાની નજર કમાડના નકુચા ઉપરની સાંકળ પર પડતાં તેણે મને પૂછી નાખ્યું, ‘અનસૂયાબહેન, આ મીનાક્ષીબહેન ક્યાંય બહાર ગયાં છે કે શું એમનું દૂધ લઈ લો ને.’ ‘મને ખબર નથી. એમ કર, બૂમ પાડ. અંદર છોકરાં સૂતેલાં જ હશે.’ મેં જવાબ વાળ્યો. મને બધી ખબર હતી તોય મારે જૂઠું બોલવું પડ્યું એમ જ કરવું પડે તેમ હતું, કેમ કે કારણ જ કંઈક એવું હતું. ‘અનુબહેન, આજે રવિવાર હોઈ એ બિચારાંને ઊંઘવા દીધાં હોત તો!’ ‘મેના, મેં એકવાર કહ્યું ને. મીનાક્ષી નજીકમાં કોઈ કામે ગઈ હશે, હમણાં આવશે.’ મારે ફરી જૂઠ ઉપર જૂઠ બોલ્યે જવું પડ્યું. દાતણ ચાવતાં ચાવતાં ઓસરીમાં લટાર મારતા મારા પતિમહાશયે મને પૂછ્યું, ‘કેમ, કેમ આજે કેમ સાવ આવું શુષ્ક વર્તન બંને સાહેલીઓ વચ્ચે કોઈ રિસામણાં છે કે શું ’ ‘ના, એવું બિલકુલ નથી જે છે તે હું પછી કહીશ, મનિષ.’ મેં ધીમેથી કહ્યું. પરંતુ મારે મનિષને ‘પછી કહેવા’ની નોબત જ ન આવી. બાજુના...