અજ્ઞાત સંબંધ - ૯

(136)
  • 7.7k
  • 5
  • 2.6k

“મને બધી ખબર છે. મને એ પણ ખબર છે કે તે સોળ વર્ષની ઉંમરે પેહલો બળાત્કાર કરેલો. જેમાં તું સગીર હોવાને કારણે છૂટી ગયેલો. છૂટીને તું પાકીટ મારવા લાગ્યો જેના કારણે તને તારું ઉપનામ મળ્યું. પછી તું એક બાબાના આશ્રમમાં સેવક તરીકે નામ બદલીને રહેવા લાગેલો. ત્યાં થતા બધા ગોરખધંધાઓ જોઈને તને પણ તાંત્રિક તરીકે આશ્રમ ખોલવાનો મોહ જાગ્યો. તારી સાથે તારા જેવા થોડા ચેલાઓને લઈને તું આ શહેરમાં આવી ગયો. તારો ધંધો ધીરે ધીરે જામી ગયો. તને જોઈએ એ બધું જ મળવા લાગ્યું. સ્ત્રીઓ, પૈસો અને પ્રતિષ્ઠા... બધું જ.” પેલો આગંતુક છેલ્લું વાક્ય ભાર દઈને બોલ્યો. બાબાના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. તે ફાંટી આંખે પેલા વ્યક્તિ સામે જોઈ રહ્યા.