અમદાવાદ રોમીંગ

  • 7.2k
  • 3.8k

અમદાવાદ રોમીંગ : યાર આ શું મેગાસિટીમાં રહેવું એટલે તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવું જ ને યાર ! એક તો આટલું મોંઘુ પેટ્રોલ ને તેમાં પણ હવે લાંબા ‘યુ ટર્ન’ મારવા જવાનું આ તે કંઇ રીત છે ઠેરઠેર રસ્તાઓ પર સેન્ટરવર્જ ચણાઇ રહી છે. કોઇપણ એક ગલીમાંથી મુખ્ય રસ્તા પર આવો તો સામે જવા કોઇ પેસેજ જ નહીં. બધા પેસેજ એક પછી એક બંધ થવા લાગ્યા છે. ! યાર આપણે તો બેધડક ઘૂસ મારવા ટેવાયેલા છીએ, આમ શિસ્તબદ્ધ રીતે વાહનવ્યવહાર જાળવવાનું તો કેમ ફાવશે આ તો ભરાય દોસ્ત ! ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ એવી દશા થઇ રહી છે આપણી ! આ તો એમ કે ચાલો મેગાસિટીના નામે સુંદર રસ્તાઓ ને સુવિધાઓ મળશે પણ આ તો ‘બાવાનાં બે ય બગડ્યા.’ યાર, ના રહેવાય કે ના સહેવાય, એવી દશા થતી જાય છે. આમથી તેમ જવા બસ ‘યુ ટર્ન’ જ માર્યા કરવાના ! આ તો નથી હજી મેગાસિટી ગણાતું કે નથી હજી એવી સુવિધાઓ મળતી પણ આપણા પેટ્રોલના ધુમાડા તો બસ ચાલુ જ થઇ ગયા ને ! બહુ થયું હવે, તો એક કામ કરીએ. આપણું નાનકડું શાંત અમદાવાદ જ સારું હતું, તો ચાલો ને અહીંથી પાછો તે તરફ જ ‘યુ ટર્ન’ લગાવીએ !