પસ્તાવો

(24)
  • 4.7k
  • 2
  • 1.2k

જીવનમાં કરેલી ભૂલો જ્યારે સમજાય ત્યારે બઉ મોડું થઈ ગયું હોય છે ..... જ્યારે જીવન સક્ષમ રીતે અને બધું બરાબર ચાલતું હોય ત્યારે આપણને એ સમજાતું નથી કે શું સાચું અને શું ખોટું... અયોગ્ય અને ખોટા કામ કરતાં પણ આપણે અચકાતા નથી. બસ, જે કરતા હોઈએ તે સારું જ લાગે છે.. ભલે ને એ આપણો અંગત સ્વાર્થ હોય... એમ કરતાં કરતાં આપણે પાપ કે ખોટા કર્મો એટલા આગળ વધી ગયા હોય છે કે હવે એમાંથી પાછા વળવું અશક્ય થઈ જાય છે.. જ્યારે આપણને એ સમજાય ત્યાં સુધીમાં તો બઉ મોડું થઈ ગયું હોય છે.. પણ હવે ત્યારે એનો કોઈ ઉપાય કે રસ્તો નથી મળતો... પસ્તાવો થાય છે.. આઘાત લાગે છે.. ને આપણા પોતાના જ ઉપર આપણને અફસોસ થાય છે. શું કરવું .... કાંઈ સમજાતું નથી.. ને ત્યારે આપણે એક જ રસ્તો દેખાય છે.. ભગવાન..! છેલ્લું શરણ તે.. આપણે ભગવાનનો આશરો શોધીએ છીએ ને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે કાશ કોઈ રીતે હું મારી કરેલી એ ભૂલો સુધારી શકું... હે ભગવાન. ..! મને મારી એ ભૂલો સુધારવાનો એક મોકો આપ.... બસ એક મોકો...