અજ્ઞાત સંબંધ - ૬

(145)
  • 7.6k
  • 5
  • 2.6k

રિયા હજી એ સદમામાંથી બહાર નહોતી આવી. આ ગોઝારી ઘટના યાદ કરીને તેના શરીરમાંથી કંપારી છુટી ગઈ. તે જીવતી જ છે એ વાત પર તેને હજું શંકા હતી. એ કેવી રીતે બચી ગઈ એ તો તેને પણ નહોતી ખબર. મોત તેની આંખો સામેથી પસાર થયું હતું. અરે, સામેથી નહીં, તેની માથે ઝળુંબતું હતું. તેણે વનરાજને કૉલ લગાવ્યો, પણ વ્યર્થ ! હજુ તેનો ફૉન સ્વિચ ઓફ જ આવતો હતો. રિયાને ખૂબ જ ગુસ્સો આવ્યો. જ્યારે તેને વનરાજની સખત જરૂર છે, ત્યારે જ તે એની સાથે નથી. સાયકોથેરાપીની ના પાડી એટલી જ વાતમાં ને તેણે મોબાઇલ છુટ્ટો દિવાલ પર ફેંક્યો. મોબાઇલ ‘ડેડ’ થઈ ગયો.