બદલાની આગ

(27)
  • 4.8k
  • 2
  • 1k

બદલાની આગ ‘ઇન્સ્પેક્ટર સાહેબ, મારે એક ફરિયાદ નોંધાવવી છે.’ મહેકે જુહુ પોલીસ સ્ટેશને જઈ વાત કરી. ‘જી, શું ફરિયાદ છે સાસરિયાનો ત્રાસ છે તો વિગતે જણાવો.’ ‘ના સાહેબ એવું નથી.’ ‘તો પતિદેવ હેરાન કરે છે કે એમને કોઈ લફરું છે ’ ‘ના સાહેબ એવું પણ કાઈ નથી. હકીકત જુદી જ છે.’ ‘આ તો એવું કે સામાન્ય રીતે કોઈ સ્ત્રી ફરિયાદ લઈને આવે તો મોટે ભાગે આ બે કારણ માટે ફરિયાદ હોય છે એટલે અમે આવો જ સવાલ કરીએ છીએ. પણ તમે કહો છો કે એવું કાઈ નથી તો શું વાત છે જેને કારણે ફરિયાદ આપવા આવ્યા છો ’