માનવતાનું મેઘધનુષ

(73)
  • 4.9k
  • 9
  • 1.3k

અનાદિકાળથી માનવજાતની વિચાર-વર્તણુકમાં અનેરું વૈવિધ્ય જોવા મળ્યું છે, અનેકરંગી ગુણ અને સમજણ ધરાવતા મનુજની આસપાસ સાત્વિક, સવળા અને માનવતાથી હર્યાભર્યા પ્રસંગો સર્જાયા કરે છે. આપણી આસપાસ સર્જાતા આવા અનેકાનેક પ્રસંગોને લાગણીભીના કરી નાખતી શાબ્દિક રજૂઆતથી ૨૯ ચોટદાર વાર્તાઓમાં સમાવવાનો સાર્થક પ્રયાસ કરતા પુસ્તક માનવતાનું મેઘધનુષ માંથી આ વાર્તા - ક્રાંતિકારીઓના સાહેબ આપ વાચકમિત્રો સમક્ષ રજુ કરતા હું અતિહર્ષની લાગણી અનુભવું છું.