અજ્ઞાત સંબંધ - ૫

(149)
  • 7.1k
  • 6
  • 2.7k

રિયાને એની આ ભાષા સમજાઈ નહીં. એ પ્રશ્નાર્થ નજરે ટેક્સીચાલકને પીઠ પાછળથી તાકી રહી. “માદડીયો કેડા આય ” એ વારંવાર યંત્રવત રીતે એક જ સવાલની લાઇન રિપીટ કરી રહ્યો હતો. ટેક્સી પુરપાટ વેગે દોડી રહી હતી. રિયા કંઈ સમજવાની કોશિશ કરે કે ટેક્સીચાલકે શું પૂછ્યું એ પહેલાં તો એ માણસે રેડિયોનો અવાજ ફુલ કરી નાખ્યો. બધા જ દરવાજાને લોક કર્યા, બારીઓના કાચ ચડાવી દીધા અને ટેક્સી ફુલ સ્પીડમાં ભગાવી મૂકી. રિયાના ફ્લેટવાળો રસ્તો ક્યાંય પાછળ રહી ગયો.