ચોકીદાર.

(35)
  • 3.2k
  • 2
  • 847

જ્યારે બાળકો નાના હોય ત્યારે તેમના પિતા તેઓને માટે ચોકીદાર બનતા હોય, આખી આખી રાત જાગીને પોતાના બાળકોની ઊંઘ પુરી કરતાં હોય, પણ જ્યારે એ બાળકો મોટા થાય અને તેમના લીધે ફરી તેમના પિતાને જો બીજાની ચોકીદારી કરવી પડે એ ખરેખર તે પિતા માટે અસહ્ય હોય છે. પણ મોહન કુમાર જેવા જમાઈ પણ હોય છે જે સસરા ને સસરા નહીં પણ પિતા માનતા હોય છે અને એક વિદ્ધાન શિક્ષક ને તેમના મુશ્કેલ સમય માં પોતાના બાળકો ની ખોટ સાલવા દેતા નથી. મિત્રો, આપણા માતા-પિતા એ આપણા માટે બધુ કર્યું હોય છે. આપણા દોસ્ત પણ બને છે, સાથી પણ બને છે, ગુરુ પણ બને છે અને આપણા માટે ચોકીદાર પણ બને છે, હવે વારો આપણો છે, એક વાર માતા-પિતા માટે ચોકીદાર બની જોજો. આપણે સારા પુત્ર હોવાની જે ખુશી તેમના ચેહરા પર જોવા મળશે એ ખુશી જોઈને તમને જે આનંદ થશે એ બીજે ક્યાય નહીં મળે.