અજ્ઞાત સંબંધ - ૪

(160)
  • 7.5k
  • 6
  • 2.7k

એણે સતત પંદરેક મિનિટ સુધી ચાલ્યા જ કર્યું. અલબત્ત એણે ચાલવું પડતું હતું. એને કોઈક પરાણે ખેંચી રહ્યું હોય એવું લાગતું હતું. એ ક્યાં જતી હતી એ એને જ નહોતી ખબર. આખરે એ એક જગ્યાએ આવી પહોંચી. શરૂઆતમાં તો એને ધુમ્મસની પરત વચ્ચેથી કાંઈ દેખાયું નહિ, પણ પછી ધુમ્મસ એની મેળે ઓછું થવા લાગ્યું. અલબત્ત સાવ ગાયબ ન થયું. એણે જે દ્રશ્ય જોયું એનાથી એ કંપી ઉઠી. એ એક કબ્રસ્તાન હતું ! પોતે અહીં કેવી રીતે આવી ગઈ એનું એને કંઈ જ ભાન નહોતું. એણે આજુબાજુ નજર કરી. ક્યાંય કોઈ જ નહોતું. માત્ર શાંત વાતાવરણમાં ઘુવડનો ઘૂઉ... ઘૂઉઉઉ... અવાજ અતિ બિહામણો લાગતો હતો.