વેરોનિકા ડિસાઇડ્ઝ ટુ ડાઇ

(96)
  • 12k
  • 9
  • 3k

વેરોનિકા એ વિશ્વવિખ્યાત આધુનિક લેખક પોલો કોએલો ની દેન છે. ભાગ્યે જ કોઈ હશે જેમણે આ લેખકને ના વાંચ્યા હોય. આ નવલકથામાં તેઓએ માનસિક રોગોની હોસ્પિટલમાં પોતાને થયેલા કેટલાક સ્વાનુભવો અને તેમાંથી જ પ્રગટેલા પોતાના વિચારોને પોતાની આગવી વિચારપ્રેરક શૈલીમાં સહજતાથી રજુ કર્યાં છે. તેઓને માત્ર વીસ વર્ષની ઉંમર સુધીમાં ત્રણ - ત્રણ વાર માનસિક બિમારીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેમકે તેમના માતાપિતા તેઓના અસામાન્ય વર્તનથી ગૂંચવાયેલા હતાં. તેઓ લેખક બનવાની વાતો કરતાં હતા જ્યારે તેનાં માતાપિતા ઇચ્છતા હતા કે તેમના કુટુંબનાં રીવાજ મુજબ તેમણે ઇંજીનીયરીંગ કરવું જોઈએ.