અજ્ઞાત સંબંધ - ૩

(173)
  • 7.8k
  • 9
  • 2.8k

રિયાને નવાઈ લાગી. તે અરીસા પાસે ગઈ. અરીસામાં ખુદને જોઈને તે દંગ થઈ ગઈ. તેણે ગળા પર સ્પર્શ કર્યો અને હળવી ચીસ નીકળી ગઈ. હજુ રાત સુધી તો બધું બરાબર હતું, તો પછી અત્યારે કેવી રીતે આમ થઈ શકે - તે મનોમન વિચારી રહી હતી અને અચાનક તેને રાત્રે જોયેલા સપનાની વાત યાદ આવી અને ફરી તે ડરી ગઈ. વનરાજે તેને ગળે લગાવી અને એના પૂછવા પર રિયાએ રાતે જોયેલા સપનાની વાત કરી. વાત કરતા કરતા પણ તે ધ્રૂજી રહી હતી. આખી વાત જાણ્યા બાદ વનરાજ ખડખડાટ હસવા લાગ્યો. રિયાને ન ગમ્યું.