અજ્ઞાત સંબંધ - ૨

(131.6k)
  • 9.9k
  • 10
  • 3.6k

રિયા નાનપણથી જ અનાથઆશ્રમમાં મોટી થઈ હતી. એની પાસે વારસામાં એનું નામ અને એક લોકેટ જ હતાં. એ લોકેટને એની મમ્મીની આખરી નિશાની સમજીને એ હંમેશા એના ગળામાં પહેરી રાખતી. એ ક્યારેય ક્યાંય બહાર ફરવા કે મજાક મસ્તી કરવા નહોતી જતી. એની એવી ખાસ બહેનપણીઓ નહોતી, પણ એ એની કવિતા નામની એક મિત્ર સાથે એક ફ્લેટમાં રૂમ રાખીને એની જોડે રહેતી હતી. કવિતા અને રિયા એક સાથે જ રહેતી. બને એકબીજાને પોતાની બધી જ વાતો કહેતી.