આજે દિવાળી, કાલે દિવાળી

  • 5.3k
  • 1.2k

દિવાળી એટલે સાફ-સફાઈથી લઈને નવા નવા કપડા, દિવાળી એટલે નવી નવી વસ્તુઓ અને શોપિંગનું બહાનું, દિવાળી એટલે જાત ભાતની રંગોળી, દિવાળી એટલે નાના ટેટા થી લઈને મોટા મોટા ધડાકા કરનાર ફટાકડાઓ, દિવાળી એટલે દેશી અને માટીના દીવાઓ(ચાઇનીસ લાઈટો પણ ચાલે.. સાંભળ્યું છે અત્યારે ભારતને ચીન સાથે સમાધાન થઈ ગયું છે), દિવાળી એટલે ચટપટી મીઠી-તીખી ખાવાની અવનવી વાનગીઓ, દિવાળી એટલે જાતજાતના મુખવાસ, દિવાળી એટલે બીગ બજેટ અને કેટલાય સમયથી કોઈ ફિલ્મની રાહ જોઈ રહ્યા હોય તે ફિલ્મ લાગવાનો દિવસ, દિવાળી એટલે છાપા-પૂર્તિઓ અને મેગેઝીનના વિશેષાંક, દિવાળી એટલે ગ્રીટિંગ અને શુભેચ્છા સહપરિવા આપતી પોસ્ટ વોટ્સપ ફોર્વર્ડીયા દ્વારા, દિવાળી એટલે કડકડતી નોટો વડીલો પાસેથી પડાવવા પગે લાગવું, દિવાળી અત્યારના જમાનામાં એટલે બીગ બિલીયન ડે કે મસ મોટા ઓનલાઈન ડિસ્કાઉન્ટ આપતી વેબ સાઈટો