શહીદ

(22)
  • 4.4k
  • 3
  • 1.3k

સાંજનો ઢળતો સુરજ આકાશમાં કેસરી રંગ પુરી રહ્યો હતો. આકાશ જાણે આછા કેસરી રંગના વાઘા પેહરી રહ્યું હતું. એક બાર વર્ષનો છોકરો પોતાના નાના શહેરના એક માત્ર તળાવના કાંઠે હાથમાં બૂટપોલિશ કરવાની પેટી લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. તેના ફાટેલા કપડાં તેની ગરીબીની ચાડી ખાઈ રહ્યા હતા. તેની ચાલમાં ઉતાવળ અને નજરમાં ઘરે પહોંચવાની અધીરાઈ હતા. તેને ખબર નોહતી કે ચાર પડછયાઓ તેનાથી થોડું અંતર રાખીને તેની પાછળ પડ્યા હતા. તળાવના કિનારે કિનારે ચાલતા તે પડછાયાઓ થોડી વારમાં તેને આંબી ગયા. તેમાંથી એક તેની પીઠ પર કૂદીને ચડી બેઠો. છોકરો વજનના કારણે જમીન પર પટકાયો. છોકરો કંઈ સમજે તે પેહલા બીજા બે પડછાયા પણ તેની પાસે પોંહચી ગયા. ત્રણે એ મળીને પેલા છોકરાને લાતો મારવાનું શરૂ કર્યું. છોકરાનું શરીર તળાવ કાંઠાની આખો દિવસ તપેલી ધૂળમાં રગદોળાવા લાગ્યું. તેને મારવાવાળા ત્રણેય તેના જેટલી ઉંમરના જ હતા. તેમનાથી થોડે દૂર ઉભેલો છોકરો ઉંમરમાં આ બધા કરતા મોટો હતો. તે ચુપચાપ બધું જોઈ રહ્યો.