ઓપરેશન ગોલ્ડન ઈગલ 12

(64)
  • 5.8k
  • 2
  • 2k

26 11 પછી ! ગંભીર થઈને કોમોડોર બોલ્યો, તેણે આગળ ધપાવ્યું જાણો છો કેપ્ટન અંગ્રેજોને બંને વિશ્વયુદ્ધો જીતાડવામાં સૌથી મોટો ફાળો ભારતીય સૈનિકોનો હતો ! સીમા પર ચોવીસે કલાક આવા જાંબાઝોની બાજનજર હોવા છતાં અમુક માનસિક વિકલાંગ સુવરો આપણી સીમામાં ઘૂસી આવે, અને બેખોફ હુમલો કરીને આપણું નાક કાપી જાય એ કેવું શર્મનાક કહેવાય ! ખરેખર તો એ હુમલો નેવીની વિશ્વસનીયતા પર બટ્ટો હતો. આવું બીજીવાર ન બને એના માટેની નેવીની પ્રતિબદ્ધતાને લીધે આ બેઝ બનાવવામાં.. બે વર્ષ તો જોકે સરકારે પરમિશન આપવામાં વેડફી નાખ્યાં, એના પછીના માત્ર છ મહિનામાં આ બેઝ તૈયાર કરી લેવામાં આવ્યો ! મારા ઉપરી અફસરોએ મારી યોગ્યતા પર ભરોસો મૂકી મને અહીંનો કમાન્ડર બનાવ્યો ! અત્યારે માત્ર આ એક જ જગ્યાએથી સમગ્ર અરબી સમુદ્ર પર નજર રાખી શકાય એમ છે, છતાં નેવીના દસ્તાવેજો કે સરકારના લોકો માટે ગુપ્તતા ખાતર અમારા આ ગરીબખાના નું કોઈ અસ્તિત્વ નથી !