મનઝરુખો

(21)
  • 3.5k
  • 2
  • 1k

ઢળતી સાંજે સુશ્રુત અને ચંદ્રા મૌન બેઠા હતા. એક મોટો પથ્થર તે બંનેના હોવાની સાક્ષીમાં હતો. દરિયાના મોજા એ બંનેના હૃદયમાં ચાલી રહેલ પ્રશ્નો હતા. સફેદ ફીણયુક્ત પરપોટા સંવેદનાઓ જગાવતા હતા, જે તુરંત વિલીન થતા હતા. દિવસનો પાંખાળો ઘોડો કશો અવાજ કર્યા વિના જ પશ્ચિમ તરફ ઉડી રહ્યો હતો. આજે ચંદ્રા નજીક જ હતી, પરંતુ સુશ્રુત શૂન્ય હતો. ન જાણે કેમ આજે કંઈ એવું તત્વ હતું જે ગળા સુધી ભરાઈને અટકી જતું હતું. ધીરે-ધીરે સમયનું સ્વરૂપ લંબાઈ રહ્યું હતું.