નવી વાનગીઓ

(39)
  • 4.2k
  • 4
  • 1.1k

એક જ પ્રકારની વાનગીઓ બનાવીને અને ખાઇને પરિવારના સભ્યો કંટાળી જાય છે. ઘણી વખત એ જ કારણે આપણે હોટલમાં વધુ જઇએ છીએ. પરંતુ એકાંતરે એક જ પ્રકારની વાનગીઓ ખાઇએ છીએ એ અલગ વાત છે. જો ઘરે જ નવીન વાનગીઓ નાસ્તા બનાવવામાં આવે તો એને બનાવવામાં મજા આવે જ છે પણ ખાવાની વધુ મજા આવે છે. એવું બને કે શરૂઆતમાં એક-બે વખત વાનગી યોગ્ય રીતે તૈયાર ના થાય. પણ પછી હાથ બેસી જાય છે. એટલે ભોજન થાળીમાં નાસ્તાની ડીશમાં અવારનવાર પરિવર્તન લાવવા આપના માટે નવી વાનગીઓ શોધીને લાવી છું. આ વખતે પાલક રોલ્સ, મિક્સ વેજ જાલફ્રેજી, ચોળાના ઢોકળા, ભુટ્ટાનો ઓળો વગેરેની મજા માણશો.