આ વાર્તા રશિયન લેખક એન્ટોન ચેખોવની વાર્તા The Bet નો અનુવાદ છે. જે 1889માં પેહલા રશિયન ભાષામાં લખાઈ હતી. આ વાર્તા છે એક શરતની... તે એક શિયાળાની ઠંડી રાત હતી. ઘરડો બેંકર(બેંકનો મલિક) પોતાના રૂમમાં આંટા મારી રહ્યો હતો. તેને હજુ પંદર વર્ષ પેહલાની એ ઠંડી રાત યાદ હતી જયારે તેણે એક બહુ મોટી પાર્ટી આપેલી. તે પાર્ટીમાં શહેરના ઘણા વગદાર અને બુદ્ધિશાળી માણસો આવેલા અને તેમની વચ્ચે ઘણી રસપ્રદ ચર્ચાઓ પણ થયેલી.