ઓપરેશન ગોલ્ડન ઈગલ 10

(68)
  • 6.6k
  • 4
  • 2.1k

તમે બધા જઈ શકો છો. તેણે પોતાની સામે ઉભેલા અફસરોને કહ્યું. એક પછી એક, ગિન્નાયેલા છછૂંદર જેવું મોઢું કરીને બધા અફસરો બહાર નીકળ્યા. થોડીવાર પછી વિશુ પણ પોતાની કેબિનમાંથી બહાર આવ્યો. ટીખળ કરી રહેલાં કોન્સ્ટેબલ શાંત થઇ ગયા, ટેબલ પર બેઠેલાઓ નીચે ઉતરી ગયા. અમુક તો જાણે કામ કરવા જ જન્મ્યા હોય, એવો ડોળ કરીને ફાઈલો ચૂંથવા માંડ્યા ! દોસ્તો, આજે મારા માટે ખૂબ અગત્યનો દિવસ છે. અહીં પોસ્ટીંગનો પહેલો દિવસ છે, એટલે મેં બધાને પાર્ટી આપવાનું નક્કી કર્યું છે, અહીં જ ! બિરયાની, ચિકન, કબાબ, મિષ્ટાન્ન, જે મંગાવું હોય, મંગાવી લો. ખર્ચો હું આપીશ ! થોડીવાર તો બધા એમ જ બાઘા બનીને વિશુને જોઈ રહ્યા, સતત કામને લીધે વિલાયેલા ચહેરાઓ પાછા ખીલી ઉઠ્યા....