આંસુડે ચીતર્યા ગગન ૨૫

(23)
  • 4.4k
  • 3
  • 1.8k

શેષ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પારસીબાવાઓ જતા રહ્યા હતા. હોસ્પિટલનું બિલ ચૂકવાઈ ગયું હતું. કોણ જાણે કેવી રીતે લાવ્યું અને સાજો કરી ગયા એ દરેક બાબતનો જવાબ હોસ્પિટલમાંથી ‘અમને ખબર નથી’ એ ત્રણ શબ્દોમાં પૂરો થઈ જતો. શારીરિક અશક્તિઓ મનને નબળું કરતી હતી. – નર્સને પૂછ્યું તો કહેવામાં આવ્યું પાંચ દિવસ બેહોશ હતા. દવા ચાલુ હતી – હજી પણ સપૂર્ણ આરામ ન થાય ત્યાં સુધી રહી શકાય એમ હતું. તે શેષની મરજીની વાત હતી. પાંચ દિવસના છાપા વાંચવાની જિજ્ઞાસા વ્યક્ત કરી – અંશીતાનું મૃત્યુ અને બિંદુનું ગાંડા થઈ જવું વાળી વાતથી ખૂબ દુ:ખી થયો.