ઓપરેશન ગોલ્ડન ઈગલ 9

(76)
  • 6.7k
  • 12
  • 2.2k

બોલો ! બ્રિગેડિયરે કહ્યું. કર્નલ દામચી મૂછમાં હસીને ફરી ખુરશી પર બેઠો. તમારી પાસે આર્મીની, હાઈ કમાન્ડ વિશેની જેટલી પણ માહિતી હોય એ આપી દો. એના બદલામાં..... ચૂપ રહો કર્નલ. તમે જાણો છો કે તમે શું બોલી રહ્યા છો આ તો દેશદ્રોહ છે, અને તમે એમાં મને પણ સંડોવવા માંગો છો ચૂપચાપ ઉભા થઇ ચાલવા માંડો, નહીંતર મારે તમારી ફરિયાદ કરવી પડશે. બ્રિગેડિયર રીતસરનો બરાડી ઉઠ્યો. સાંજ થવા આવી હતી એટલે બારમાં ખાસ્સી ભીડ ન હતી, પણ બે ત્રણ વેઇટરો અને અમુક ગ્રાહકોએ એમની તરફ જોયું. ફરિયાદ હા.. હા.. હા.. કોને કરશો ફરિયાદ અત્યારે આર્મી હાઈકમાન્ડમાં એકપણ માઈનો લાલ એવો નહીં હોય કે જે તમારા પર ભરોસો કરી શકે ! કર્નલ જાણે પોતાના ભૂતપૂર્વ ઉપરીની ઠેકડી ઉડાવી રહ્યો હતો.