મહાન દાદાજી

(23)
  • 4.5k
  • 6
  • 1k

મહાન દાદાજી શ્રુતિ અગ્રવાલ અને શમિના બેગની મિત્રતાની વાર્તા છે. શ્રુતિનાં માતા – પિતા એક અકસ્માતમાં મ્રુત્યુ પામ્યા હોવાથી શ્રુતિનો ઉછેર તેનાં દાદાજી એક રાજકુમારીની જેમ કરે છે. બીજી બાજું શમિના એક ગરીબ પણ પ્રામાણિક મુસ્લિમ પરિવારમાં ઉછરે છે. પણ, બંનેની મિત્રતા અતુટ હોય છે. શ્રુતિનાં દાદાજી શ્રુતિ માટે બહુ ચિંતાતુર રહે છે. એક દિવસ શ્રુતિ શમિનાનાં ઘરે હોય છે અને હિન્દુ – મુસ્લિમનું હુલ્લડ ફાટી નીકળે છે. શ્રુતિનાં દાદાજીની ધારણા મુજબ એ દિવસે શ્રુતિ શમિનાનાં ઘરમાં ફસાઇ જાય છે. શ્રુતિનાં દાદાજી માનતા કે જ્યારે હિન્દુ – મુસ્લિમનાં હુલ્લડો ફાટી નિકળતા હોય છે ત્યારે હિન્દુ – મુસ્લિમ ખાસ મિત્રોમાંથી દુશ્મનો બની જતા હોય છે. શ્રુતિ મોટી મુશ્કેલીમાં મુકાય જાય છે. પરંતું, શમિનાનાં એક જન્મદિવસે શ્રુતિનાં દાદાજીએ શ્રુતિને એક ચિઠ્ઠી આપેલી હોય છે. એ ચિઠ્ઠીમાં લખેલા શબ્દો શ્રુતિને શમિનાનાં ઘરમાં કટોકટીનાં સમયે યાદ આવે છે. શ્રુતિ શમિનાનાં ઘરમાં ફસાઇ જાય છે, હવે, બચી જશે કે મરાઇ જશે એ જાણવા માટે તો મહાન દાદાજી વાર્તા અંત સુધી વાચવી પડશે. વાર્તાનાં અતિમ શબ્ધ સુધી વાંચકને જકડી રાખવાનો પુરો પ્રયત્ન કરવામાં આવ્યો છે.