પિતૃપક્ષ

(27)
  • 3.2k
  • 1
  • 1.1k

બાળકો પોતપોતાના સંસારમાં વ્યસ્ત થયા પછી પત્નીઓ પતિમાં બાળક શોધતી હોય છે ..ટપાર્યા કરી , પતિ કેટલો બેદરકાર છે ..ચીજો ઢોળતો , ફોડતો રહે છે વગેરે બાબતોમાં નાની નાની કચકચ કર્યા કરતી હોય છે અને સમજદાર પુરુષો આ ટકટક પાછળ પત્નીની નિરાશા અને હેત જોઈ શકતા હોય છે .આખી દુનિયાને બહુ જ્ઞાની દેખાતા અશેષ સંજ્ઞા સામે થોડા બુદ્ધુ બની રહેતા. બાપુજી સાચું જ કહેતા હતા … બાળકો નાના છોડ જેવા હોય છે … મોટા ઝાડના છાંયે ઉછર્યા કરે … માતા પિતા તરીકે નવી વિસ્તરતી કુંપણોને સમયાંતરે સંભાળી લેવાની હોય છે . એકવાર મૂળિયાં મજબૂત થઈ જાય પછી એ ગમે તે બાજુ ફાલે … બહુ ચિંતા નહી …. !!