મૂળુ મેર - સૌરાષ્ટ્રની રસધારમાંથી

(158)
  • 12.7k
  • 39
  • 4.3k

મૂળુ મેર - ઝવેરચંદ મેઘાણી ઇ. સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ “ભેટાળી”[૧] પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જોઈએ, તો એના ત્રણ કોઠા દેખાય, ચેાથો અદશ્ય રહે : એવી તેની રચના કરી હતી. એક દિવસ નવાનગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યો. તેણે એ કિલ્લો જોવાની માગણી કરી. કિલ્લાના રખેવાળ મેર મૂળુ (મીણુંદના)એ ના પાડી, તેથી નગરનો ચારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયેા. જામ જસાજીએ પૂછયું : “કવિરાજ, આમ કેમ ” ગઢવી બોલ્યો : “અન્નદાતા, મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થાવું જોઈએ ના ” ગઢવીએ દુહો કહ્યો : ઉઠ અરે અજમાલરા, ભેટાળી કર ભૂકો, રાણો વસાવશે ઘૂમલી, (તેા) જામ માગશે ટુકો.