કરપાડાની શૌર્યકથા - 3

(94)
  • 8.1k
  • 12
  • 3.5k

કરપાડાની શૌર્યકથા - 3 ધણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પેઢીએ ભેાજ ખાચર થયા, છ વરસના અને એકના એક વહાલા દીકરા ભોજનું કાંડું વૃદ્ધ વિસામણાને ભળાવીને ભેાજના બાપ દેવ થઈ ગયા. ભેાજની મા તો વહેલાં ગુજરી ગયેલાં. ભેાજને સાંભરતુંયે નહિ હોય કે માનું માં કેવું હશે. ભેાજને એક કમરીબાઈ નામે બહેન હતાં. તે જામનગર તાબે દહીરા ગામમાં દરબાર શાદૂલ ધાધલના ઘરમાં હતાં. લેાકેા કહેતા હતા કે કમરીબાઈ તે આઈ વરૂવડીનો અવતાર છે. બાપુ ગુજર્યાના ખબર પડતાં કમરીબાઈ એ શાદૂલ ધાધલને કહ્યું, “કાઠી, મારા બાપનું ગામતરું છે અને ભાઈ ભેાજના મોઢામાં હજી દૂધિયા દાંત છે ! એને મારા પિતરાઈઓ જીવતે નહિ રહેવા આપે, માટે હાલે, આપણે ઉબરડે જઈને રહીએ.”