વાળના ગુંચળા બહુ વળી જવા, તડકામાં ત્વચા કાળી પડી જતી હોય, હોઠ કાળા થઇ ગયા હોય, આંખોની આસપાસ ઘેરા રંગના ડાઘા હોય, લિપસ્ટિક હોઠની બહાર ફેલાઈ જતી હોય..... જેવી રોજબરોજની સુંદરતાની સમસ્યાઓથી મહિલાઓ પરેશાન થાય છે. અને ઘણી વખત જાણકારી કે એક્સપર્ટની સલાહના અભાવમાં પોતાના સૌંદર્યની યોગ્ય કાળજી લઇ શકાતી નથી. ત્યારે અહીં સુંદરતાની સમસ્યાઓમાં અનુભવેલી અને એક્સપર્ટે સૂચવેલી એવી સરળ સલાહ ટૂંકમાં આપી છે જે સુંદરતાને સાચવવામાં અને નિખારવામાં ઉપકારક સાબિત થશે એવી મને આશા છે.