ત્રીજો જન્મ

(31)
  • 4.6k
  • 4
  • 1.2k

આ એક એવી વાર્તા છે જેમા આપણા સમાજમાં સ્ત્રી નુ સ્થાન કયાં છે તે બતાવવા નો પ્રયત્ન કરેલ છે. સ્ત્રી સર્વ ગુણ સંપન્ન હોય છતાં તે માત્ર ફક્ત મા બની શકી હોય તે માટે તેને સમાજમાં કેટલી પિડા સહન કરવી પડે છે તેનુ વર્ણન છે. પુરુષ પ્રધાન સમાજમાં કેટલીક વાતોમા માત્ર સ્ત્રી જવાબદાર નહોય છતાં તેને જ જવાબદાર ગણી તેની સાથે તેજ દોશી છે માનીને તેવું વર્તન કરવામા આવે છે તે કેટલું વ્યાજબી છે. પુરુષ પ્રધાન સમાજે હવે પોતાની માનસિકતા બદલવાની ખાસ જરૂર છે. સ્ત્રી ને પણ પોતાનું એક વ્યક્તિત્વ છે તેને પણ લાગણી માન સન્માનની જરૂર છે તે સમજવું જરૂરી છે.સ્ત્રી માટે એક જીવનમા ત્રણ જીવન જીવવાના હોય છે. પ્રથમ માતા-પિતાના ઘરે જન્મબાદ બાણપણ એક જીવન.લગ્ન બાદ પતિના ઘરે ગ્રુહીણી જીવન અને અંતમા સંતાનના જન્મ બાદ એક માતા તરીકેનુ બાકીનુ જીવન.સ્ત્રી માટે આ ત્રણ જીવન માટે ત્રણ વખત જન્મ લે છે.આમ ત્રીજો જન્મ સ્ત્રી પોતે એક સંતાનને જન્મ આપે એ તેમનો ત્રીજો જન્મછે.