ચંપક ભૂમિયા અને ત્રિલોક વૈભવ

(19)
  • 4.6k
  • 1
  • 954

એક માણસ ભૂખ્યો તરસ્યો ગીર ના જંગલ માં આમ થી તેમ ફરી રહ્યો હતો . પોતાના ગામ માં જવાનો રસ્તો પોતે ભૂલી ગયો હતો .કંટાળી ને , એને હવે એવું લાગતું હતું જો એને સાચો રસ્તો નહિ મળે તો એના પ્રાણ નીકળી જશે. ઘનઘોર જંગલ અને સિંહ નો અવાજ વાતાવરણ ને વધારે ભયાનક બનાવતું હતું. અને ત્યાં, એને અચાનક એક અવાજ સંભળાયો .ઓ ભાઈ , તમે કઈ ભૂલ પડ્યા છો સાવ ગામઠી વેશ અને ભરાવદાર અવાજ ,, અવાજ સાંભળી આ ભાઈ ના જીવ માં જીવ આવ્યો. પછી ગામઠી માણસે તેને કયા ગામ માં જવું છે એનું નામ પૂછી ને એ ગામ નો રસ્તો બતIવ્યો પણ ગામ આવતા પહેલા જ એ ગામઠી માણસ ગાયબ થઇ ગયો. આ માણસ તો ખુબ ડરી ગયો .એને જે માણસ મળ્યો હતો .શુ એ કોઈ ભૂત હતું નાં, નાં ભૂત તો નહોતું જ ને, દોડતો દોડતો એ ગામ માં પોતાના સગા - સબંધી ના ઘરે ગયો. શાંતિ થી પાણી પી ને પોતાની વાત કરી .