કદાચ

(27)
  • 2.9k
  • 2
  • 774

મકરંદની વાત આગળ ચાલી ત્રણ મહિના કપિલ પાસેથી મફત ટયુશન લીધા પછી આ ટર્મમાં તે દેખાઇ નથી, અને ત્યાં કપિલના આ માઠા સમાચાર આવ્યા. હેં ભગવાન ભલાઇનો કે સારા માણસનો તો જમાનો જ નથી. દીઘેએ ફરીથી વાતનુ સંધાન બાંધતા કહ્યું મેં તેમની બધી વાતો નહોંતી સાંભળી પણ અરુણા કપિલને લગ્ન માટે સમજાવતી હશે અને કપિલનો જવાબ મેં સાંભળ્યો. તે કહેતો હતો “તમે બ્રાદ્મણ અને અમે વાણિયા તેથી લગ્ન સંભવ નથી અને આ બધુ માબાપની સંમતિથી ભણી રહ્યા પછી વિચારવાનુ..” કેટલો ઠરેલ અને વ્યવહારૂ ઉકેલ. હૂં તો આવા દિકરાને જોઇ ખુબજ રાજી થઉ.