વિદેશ - લગ્ન

(33)
  • 6.1k
  • 3
  • 1.6k

આજે ઘર માં બધા એક દમ શાંત બેઠા હતા.કોઈ એક બીજા સાથે વાત કરતું નહતું.બધા ની આંખો રોઈ રોઈ ને સુજી ગઈ છે.સવાર થી બધા એમજ બેઠા હતા.ટીવી માં ન્યૂ ચાલુ હતા ગુજરાત ની અમદાવાદ ની છોકરી રાધા પટેલ નું રોડ અકસ્માત માં મૌત.આ ઘટના અમેરિકા માં બની હતી.અને રાધા ના ઘર માં માતમ છવાયેલું હતું.ફોન પર એમને તુષાર ની સંપર્ક કરવાનો ઘણી વાર પ્રયત્ન કરેલો પરંતુ તુષાર નો નંબર સ્વીચ ઑફ આવતો હતો.હવે એટલા દૂર વિદેશ માં અમને બીજું કોઈ જાણ પહેચાન નહીં એટલે કોની સાથે વાત કરે અને આ સમાચાર ની ખત્રી કરે.એમાં રાધા ની માં માલતી બોલી કે રાધા ને ક્યાં કાર ચલાવતા આવડતી હતી.અને એને એને ત્યાં જઈને કાર ચલાવતા શીખી તો એને ક્યારેય વાતચિત્ત માં કાર ચાલવાનો ઉલ્લેખ નહીં કરેલો.રાધા દરેક વાત કરતી હતી સવારે સાંજ ના જમવાની વાતો,નાસ્તા ની વાતો અમેરિકા ની વાતો.પણ એક દમ નાની નાની વાતો કરવા વળી રાધા એ એની જોડે કાર ચલાવનાની વાત કેમ નહતી કરી.