તારે અર્ચના – તારે શું વાત થઈ બિંદુભાભી સાથે ’ ‘એમને તમારી અને શેષભાઈ વચ્ચે શું વાત થઈ એ જાણવી હતી. ’ ‘હું પણ એ દ્વિધામાં છું કે એમને એ વાત કેવી રીતે કહું ’ ‘કઈ વાત ’ ‘એ જ વાત… જે શેષભાઈ કહે છે.’ ‘શું વાત છે અંશ ’ ‘એમના અકસ્માત પછી હોર્મોનલ ડીસ્ટર્બન્સને કારણે He has lost his potency and Bindu wants a male issue. ’ ‘પણ આ તો સાદી વાત છે. એમાં આટલી ગૂંચવણ શું છે ’ ‘શું સાદી વાત છે આપણે બંને ડૉક્ટર છીએ તેથી આના પરિણામોથી વાકેફ છીએ. જેના ઉપર વીતતી હોય તેનું મન જાણે…’ ‘ખેર ! Hormonal activity can be regained also… એને કોઈક સારો ડૉક્ટર સારી રીતે સમજાવી શકે.’ ‘કેમ હું સારો ડૉક્ટર નથી ’ ‘સારો મીન્સ અનુભવી ગાયનેક.’