કોઈ તો બતાયે એક એવા યુવાનની કથા જે સામાજિકતાથી અસમતોલીશ થઇ ભગ્ન હૈયે પોતાના કહેવાતા સમાજથી છૂટો પડી જંગલની કોઈ કેડી ઉપર આવી ચડે છે જ્યા વનરાઈ છે,પહાડો અને ઝરણાઓ પાસેથી પસાર થતી આ કેડી જંગલના પ્રાણીઓનું સ્થાન છે,જ્યા કુદરતી આનંદ વચ્ચે ભય સદા છવાયેલો રહે છે ત્યાં બાબાના મેળાપ પછી તે ભગ્ન હૈયું કોઈ અત્યાનંદ ના પડાવ સુધી પહોંચી જાય છે,અને પછી ...!!! પ્રિય વાચક મિત્રો મોગરાના ફૂલ નવલકથાની રજૂઆત પછી આ મારી ત્રીજી નવલિકા અહીં મૂકી રહ્યો છું જે ભાગ-૧ અને ભાગ-૨ માં વહેંચાયેલી છે,આપણે વાંચવી ગમશે એ અપેક્ષાથી વિરમું છું,આપ આપનું મંતવ્ય લખશો તો જરૂરથી આનંદ થશે. જય શ્રી કૃષ્ણ, -મહેન્દ્ર ભટ્ટ.