સૌરાષ્ટ્રની રસધાર-મોત સાથે પ્રીતડી

(368)
  • 37.5k
  • 95
  • 8.5k

મોત સાથે પ્રીતડી - ઝવેરચંદ મેઘાણી અા શરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, મને મરવા દે મોતની સાથે રમવા દે. જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય-જુગ ચાલતો હતો. એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતાં ખાતાં એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવી કહ્યું : અરે મામા, ગધપણમાંય માનસને જીવવું શે ગમતું હશે આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાળું વરસે એમાં શી મઝા પડે છે ” મામા બોલ્યા : “ભાઈ, શું કરવું માત આવે ત્યારે જ છુટકારો થાય ને ” “મોત તેા આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને, મામા ! ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે ” “એ તો વાતો થાય, બાપ ! પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમત વાત છે ” “ના, મામા ! વાત નહિ, સાચું કરી બતાવું. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વરસે મારે દેહ પાડી નાખવો.”