મધુ-વાણી - 4

(73)
  • 6.4k
  • 3
  • 2.7k

ભાઈ-ભાભીને વાત કરું, અને જેમ બને તેમ જલ્દી નીકળીશ, તને કહીશ જ ને...અને હા, તને કશું જોઈએ છે શું લાવું હેર-પિન.. .. હું જોરથી હસ્યો પછી તું પણ તેના ફોટા મુકીશ અને બધા પાસે મજાક કરાવીશ..કોઈ લખશે સોનાની છે, કોઈ કહેશે હીરા જડેલા છે, કોઈ લખશે પ્લેટિનમ ની લાગે છે, કોઈ લખશે આટલી મોંઘી ગિફ્ટ કોણ છે નંગ, તેનો ફોટો તો બતાવ... અને મને વાણીએ કરેલી મશ્કરીઓ યાદ આવી ને હું ચૂપ થઇ ગયો. મધુ પણ ચૂપ હતી, થોડીવારે હું સ્વસ્થ થઈને કહ્યું બોલ ને.. શું લાવું