શરત માત્ર એટલી, કે કોઈ શરત નહી. કોઈ પણ શરત વિના તમે ચાહી શકો, તો દૂનિયાની કોઈ તાકાત એવી નથી, કે જે તમને નફરત આપી શકે. સાહેબ!!, દૂનિયા બદલાય જાય, સમય અને સંજોગ બદલાઈ જાય, તમને સામેની વ્યક્તિનો જે ગમતો હતો, એ સ્વભાવ બદલાય જાય, અને તેમ છતાં તેની કાળજી લેવાનું મન થાયને એ પ્રેમ.