ગનુભાઈ ની ચા

ગુજરાતી   |   55m 15s   |   17.7k વ્યુસ

ચા....સવાર-સવારમાં સૌથી પહેલાં સ્ફુરતો અને સૌને પોતાના સ્વાદમાં હિલ્લોળા લેવડાવતો મજાનો શબ્દ.. પણ આ ચાની સાથે કીટલી ના હોય તો? યાદ આવી ગઈ ને તમારી સ્પેશિયલ કીટલી...? એક નાનકડી ચાની દુકાન ચલાવતા કાકા એટ્લે ગનુકાકા કે મારા તમારા કોઈના પણ કાકા...અને ત્યાં જઈને તમે જેની પર બેસો છો એ ટપ્પર, જેની સાથે બેસો છો એ મિત્રો, પ્રેમી પંખીડાઓ અને જાતજાતના ને ભાતભાતના લોકો.... પણ ક્યારેય તમે વિચાર્યું છે કે આ કીટલીએ કેટકેટલા લોકો આવતા જતાં હશે અને એમની કેટકેટલી વાતો અહીં ચા સાથે ઓગળતી હશે? ગનુભાઈની કીટલીએ તમને દુનિયાના લેટેસ્ટ સમાચાર પણ મળી જશે, ક્રિકેટ હોય કે રાજકારણ, ફિલ્મ હોય કે શેર બજાર કે પછી દેશ, સમાજ કે અન્ય કોઈ પણ જનહિતની વાત હોય કે કોલેજકાળની તમારી લાઈફ અને તમારા યાર દોસ્તારો સાથેના ગપ્પાં, મસ્તી અને મજાક પણ... સૂરાકાકા તો તમને તમારી આજુબાજુ જ દેખાઈ જશે અને આળસુનો પીર તો કદાચ તમને તમારામાં જ મળી જાય એવું બને! જ્યારે તમારો સૌથી નિકટનો દોસ્તાર કદાચ દેવલો જ હોય એવું પણ બને! અમદાવાદીઓની કટિંગ ચા એટ્લે અમદાવાદીઓનો સ્વભાવ. ગનુકાકાની કીટલીએ આ બેઉ તમને તમારું પોતાનું જ પ્રતિબિંબ દેખાડે એવું પણ બને! કીટલીએ બેઠેલાં પાત્રોને જોઈજોઈને અને સાંભળીને ક્યારેક તમને હસીહસીને પેટમાં દુ:ખી જાય અને બીજી જ મિનિટે એકાદી ઘટના આ કીટલીએ એવી પણ બને કે તમને તમારા ભવિષ્ય માટે વિચારતાં કરી મૂકે! નિર્દેશક પ્રશાંત તરુણ જાદવ દ્વારા જ લખાયેલું અને રંગમ થિયેટરના કલાકારો કૃણાલ વ્યાસ, જય પંડ્યા ,ભાવિક પ્રજાપતિ, જપન સવાલખા, મિતવા ઠક્કર વગેરે દ્વારા ભજવાયેલું આ નાટક તમને તમારા જીવનના જ કોઈ એકાદા પ્રસંગની યાદ અપાવી જશે! માતૃભારતી અને ઓરોબોરસના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નાટક જોવાનું ચૂકશો નહીં. તો મુલાકાત લેશોને ગનુકાકાની ચાની?

×
×
ગનુભાઈ ની ચા