શું તમને 90 ના દશકાની ફિલ્મ્સ અને એના સુમધુર ગીતો, મજ્જાના ડાયલોગ્સ અને એ પાત્રોના નામ યાદ છે? શું આ બધું તમને ફરી એ એરામાં લઈ જઈને ખાસ યાદો તાજી કરાવે છે? ચાલો કેટલીક હિંટ આપીએ અને તમે એ ફિલ્મનું નામ યાદ કરજો..બરાબર? 1. એકબીજાને પહેલી નજરે જોઈને પ્રેમમાં પડી જતાં અને પ્રેમમાં જ ઘર છોડી જતાં પંખીડાઓ છે, જે અંતે મૃત્યુ પામે છે, પ્રેમ અમીરી અને ગરીબીના ભાગમાં વહેંચાઈ જાય છે અને પ્રેમીઓ એકબીજાને મળી શકતા નથી. 2. બે ભાઈઓ અને તેમની માતાના સંઘર્ષની વાત આવે છે, જ્યાં બેઉ દીકરા પુનર્જન્મ લઈને પોતાના મોતનો બદલો લેતા જોવા મળે છે. 3. એક મોટા કુટુંબના રીત રિવાજોની યાદ અપાવતું ફેમિલી પિક્ચર. 4. નેવુંના દશક સિવાય પણ આજ દિન સુધી તરોતાજા રહેલી એક એવી ફિલ્મ કે જેણે ભારતીય સિનેમાના ઇતિહાસને જ બદલી કાઢ્યો, ચાલો, કહો કઈ કઈ ફિલ્મ્સ યાદ આવી? માતૃભારતી અને ઓરોબોરસ પ્રસ્તુત કરે છે 90ના દશકાની યાદ અપાવી દેતું એક અદ્ભુત નાટક “ટોટલ ફિલ્મી”. શું છે આ નાટકમાં? 90 ના દશકને જેણે માણ્યો છે, આ નાટક એની માટે છે… 90 ના દશકની ફિલ્મ્સ વિષે જેણે ઘણી જ વાતો સાંભળી હોય, એણે આ નાટક અચૂક જોવું જોઈએ. ચિન્મય મહેતા લિખિત, દિગ્દર્શિત અને અભિનીત આ નાટક આવી જ એક અનેરી ફેન્ટસીમાં તમને લઈ જશે અને તમે ટોટલ ફિલ્મી થઈ જશો.
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.