સુરીલો ગધેડો: ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા

ગુજરાતી   |   02m 58s

There was a donkey who felt so happy that he sang through the night in the cucumber field. The problem was that the cucumbers couldn\'t bear it. What did they do? સુરીલો ગધેડો પુનર્કથન નિવેદિતા સુબ્રમણિયમ ગધેડો દિવસ દરમિયાન ધોબી માટે કામ કરતો. રાત્રે તે તેનાં દોસ્ત શિયાળ સાથે લાંબી લટાર મારવા જતો. શિયાળ ક્યારેય સાંભળતો નહિ પણ ગધેડો કાકડીનાં ખેતર સુધી પહોંચતા વાતો કર્યે જ જતો. પછી ગધેડો પોતાનું મોં પહોળુ કરીને તાજી, રસદાર કાકડીનું બટકુ લેતો. તે ચંદ્ર જેવું ઠંડુ હતું. રોજ રાત્રે બેઊ ખાતા. ગધેડો ખૂબ જ ખાતો. તે ખુશીનો માર્યો ફૂલી ગયો. અને એક દિવસ તેણે ખુશીનાં માર્યા ગાવાનું શરૂ કર્યું. અરે નહિ! શિયાળે કહ્યું અને પોતાનાં કાન બંધ કરી દીધા. અરે હા! ગધેડાએ કહ્યું અને પોતાનું મોં પહોળું અને પહોળું ખોલતો ગયો. ચૂપ! શિયાળે બૂમ પાડી ખેડૂત તને સાંભળી જશે! પણ ગધેડો ચૂપ ન થયો. ચૂપ! શિયાળે બૂમ પાડી. કાકડી તને સાંભળી જશે! તો પણ ગધેડો ચૂપ ના થયો. પણ ખેડૂતે તેને સાંભળ્યો નહીં. તમને ખબર છે કેમ? ખેડૂતને ત્યારે સપનું આવતું હતું કે તેના ખેતરમાં હજારો કાકડી છે. તેને જાગવું ન હતું. ખેતરમાં સાચૂકલી કાકડી તેની રાહ જોઈ રહી, પણ ખેડૂત ન આવ્યો. અને સૂરીલા ગધેડાએ ગાવાનું બંધ જ ન કર્યું. કાકડીથી આ સહન ન થયું. તેઓ શું કરી શકે? એક પછી એક તે ખેતરમાંથી બહાર કૂદીને ખેડૂતનાં ઘરે દોડી ગઈ. બીજે દિવસે સવારે જ્યારે ખેડૂત જાગ્યો ત્યારે તે એકલો ન હતો. તેની ચારે બાજુ કાકડી હતી -- એકદમ જાગેલી, તેની તરફ જોતી. અને ખેતરમાં, ગધેડો મસ્ત સૂતેલો હતો. Story: Niveditha Subramaniam Illustrations: Namrata Rai Music: Jerry Silvester Vincent Translation: Neetha Bhuva Narration: Makrand Sukla Animation: BookBox

×
સુરીલો ગધેડો: ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા