ચાંદામામા અને ટોપી | ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા

ગુજરાતી   |   01m 50s

ચાંદામામા અને ટોપી લેખિકા: નોની અમે સૌ ગામના મેળામાં ગયાં હતાં. પપ્પાએ ચિન્તુને ફેન્સી ચશ્માં અપાવ્યાં. માએ મને ચકચકાટ ભૂરી ટોપી અપાવી. અને નાનકીને કેન્ડી મળી. ઘેર પાછા ફરતાં તોફાની વાયરો ફૂંકાયો અને મારી ટોપી ઉડાડી ગયો. મારી ટોપી જૂના પિપળાના ઝાડની એક ડાળે ટિંગાઈ ગઈ. હું ખૂબ રડ્યો. અને મેં સાંજે ભોજન પણ ન કર્યું. તે મોડી રાતે ચાંદામામા ઊગ્યા. તેમણે જૂના પિપળાના ઝાડ ઉપર મારી ટોપી તરફ જોયું. તેમણે મારી ટોપી પહેરવાનો પ્રયત્ન કર્યો. ચાંદામામા ખુશીથી હસ્યા. મારે પણ હસવું જ રહ્યું. બીજે દિવસે નિશાળ છૂટ્યા પછી, માએ મને નવી ચળકતી લાલ ટોપી આપી. “ચાંદામામાએ મોકલી છે.” તેણે કહ્યું. તે રાતે ચાંદામામાએ અને મેં અમારી ટોપીઓ પહેરી અને મલક્યા. અમે રાજી થયા. તમને લાગે છે કે સૂરજદાદાને પણ એક ટોપીની જરૂર છે? Story: Noni Illustrations: Angie & Upseh Translation: Yogesh Vyas Narration: Jigisha N. Patel Music: Jerry Silvester Vincent Animation: BookBox

×
ચાંદામામા અને ટોપી | ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા