Amma is surprised that Meera has seen no animals at the zoo - not a monkey, or lion, or even a giraffe... But why did Meera see no animals there? Her lively mother forgets to ask! તેં શું જોયું? કથા નંદિની નાયર તો, અમ્માએ પૂછ્યું, તેં પ્રાણીબાગમાં શું જોયું? કશું નહીં, મીરા એ કહ્યું. શું! અમ્મા એ કહ્યું. તેં વાંદરાઓને કુદકા મારતા ન જોયા? આવી રીતે?\" ના! મીરા એ કહ્યું. તેં સિંહને ત્રાડ પાડતો સાંભળ્યો? આવી રીતે?\" ના! ના! મીરા એ કહ્યું. તેં હાથીને તો જોયો જ હશે – સૂંઢ ઝુલાવતો આમ ને તેમ? આવી રીતે?\" ન-ન-ના! મીરા એ કહ્યું. એક જિરાફ, લાંબી લાંબી ડોક વડે ઊંચા ઝાડના પાંદડાં ખાતો? આવી રીતે?\" લાંબી ડોક? ના! એક મોર નાચતો? આવી રીતે?\" ના! એક મગર બગાસું ખાતો? આવી રીતે?\" ના, અમ્મા. તું આજે પ્રાણીબાગ ગઈ અને તેં પ્રાણી જ ન જોયાં?\" અમ્માએ પૂછ્યું. અમે આજે ગયા જ નહોતા, અમ્મા! અમે તો કાલે જવાના છિએ!\" મીરા એ કહ્યું. \"કાલે!\" અમ્માએ કહ્યું... ...અને ભોંય પર પછડાઈ ગઈ, રીંછની માફક. Story: Nandini Nayar Illustrations: Soumya Menon Music: Jerry Silvester Vincent Translation: Rekha Bhimani Narration: Happy Bhavsar Animation: BookBox
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.