પવન અને સૂરજ : ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા

ગુજરાતી   |   06m 13s

Who is stronger, the blazing Sun or the proud Wind? પવન અને સૂરજ સાન્તાલી લોકકથા એક બપોરે પવન અને સૂરજ વાદ-વિવાદમાં પડ્યા, કોણ શક્તિમાન છે? “મેં વિશાળ વૃક્ષો ઊખાડી ફેંક્યાં છે. અને ડૂબાડ્યાં છે લાખો વહાણ. આ બેમાંનું એકે, તું ન કરી શકે,” પવને ગર્વથી કહ્યું. સૂરજ મલક્યો અને ખભા ઊંચકી અણગમો બતાવ્યો, “એનો અર્થ એ નથી કે તું વધારે શક્તિમાન છે.” “હું તને વાદળોથી ઢાંકી દઈ શકું જેથી કોઈ પણ તને ન જોઈ શકે. તું એમ ન કરી શકે મારી સાથે,” પવન બોલ્યો. પણ સૂરજ માત્ર હૂંફાળું હસ્યો, “છતાં હું ધારું છું કે હું તારાથી વધુ શક્તિમાન છું.” તેણે શાંતિથી કહ્યું. પવને બબડવાનું શરૂ કર્યું. તેને આ વિચાર ગમ્યો નહિ કે સૂરજ તેના કરતાં વધુ શક્તિમાન છે. “શા માટે એક કસોટિ ન થાય?” પવને અંતે સૂચવ્યું. તે ચારે બાજુ ફરી વળ્યો. કંઇક એવું શોધવા કે જે તેની શક્તિનું પ્રદર્શન કરે. “ચાલો, આપણે જોઈએ કે આમાંનાં મોટાભાગનાં ઘરોને કોણ જમીનદોસ્ત કરી શકે છે?” તેણે કહ્યું. “આપણે સ્પર્ધા સરળ બનાવીએ. પણે એક માણસ દેખાય છે?” સૂરજે પૂછ્યું. પવને નીચે જોયું અને એક માણસ જોયો જે રસ્તા ઉપર ચાલ્યો જતો હતો. તે મોજથી સિસોટી વગાડતો હતો અને એક શાલ વીંટાળી હતી પોતાના ખભે. “આપણે જોઈએ કે કોણ પહેલાં એને રસ્તા પરથી દૂર થવા માટે મજબૂર કરે છે,” પવને કહ્યું. “ના, એ તો માત્ર તેને નુકસાન કરશે,” સૂરજે જવાબ આપ્યો. “આપણે માત્ર એ જોઈએ કે તેની શાલ કોણ ઉતારી શકે છે.” પવને ખભા ઉલાળ્યા અને આકાશમાં ચારે બાજુ ફૂંકાવા માંડ્યો. તેણે ચિડાઈને ફૂંફાડા માર્યા અને વૃક્ષોની અંદર પાંદડાં ધ્રૂજી ઉઠ્યાં. માણસે આકાશ તરફ ડોળા તતડાવ્યા અને પોતાની આજુબાજુ શાલ મજબૂત રીતે વીંટાળી. તોફાની વાદળો આકાશમાં દેખાયાં. પશુઓ આશ્રય માટે દોડવા માંડ્યાં અને પવને ગરજવાનો આરંભ કર્યો. પેલા માણસે શાલને વધુ સખત રીતે વીંટાળી. થોડી જ વારમાં તોફાની વાદળો વિખરાઈ ગયાં. પવન પણ જાતે જ થાકી ગયો. “હું છોડી દઉં છું હું તે ન કરી શક્યો,” હાંફતો પવન બોલ્યો. તે વાદળોની ટોચે સમેટાઈ ગયો અને ઊંડા શ્વાસ લેવા માંડ્યો. “હવે મારો વારો,” સૂરજે કહ્યું. તેણે અળસાઇને બગાસું ખાધું અને પોતાનાં કિરણો લંબાવ્યાં. તે આકાશમાં વધુ મોટો અને વધુ તેજસ્વી દેખાવા માંડ્યો. થોડી જ વારમાં ઉનાળાના દિવસ જેવી ગરમી થઈ. પેલા માણસે આકાશ તરફ જોયું  અને પોતાના કપાળે થયેલો પરસેવો લૂછ્યો. “કેવો વિચિત્ર દિવસ ઊગ્યો છે આજે!” તેણે પોતાની જાતને કહ્યું. તેણે તેની શાલ ઊતારી અને પોતાના હાથની અંદર ગડી વાળી લીધી. “લાગે છે કે તું જીત્યો,” હરખભેર પવન સંમત થયો. તેણે તાળીયો પાડી અને પાંદડાં ઝાડ પરથી ખર્યાં. “તેની શાલ ઉતરાવવા માટે, માણસને ગબડાવી પાડવાનું તારા માટે જરૂરી નહોતું,” મજાકિયા સ્મિત સાથે. સૂરજે કહ્યું. તેઓ બંને હસ્યા અને રસ્તા પર ફરીથી મોજથી સિસોટી વગાડતા વગાડતા ચાલ્યા જતા પેલા માણસને જોઈ રહ્યાં Illustrations: Emanuelle Scanziani Music: Ladislav Brozman & Riccardo Carlotto Animation: BookBox

×
પવન અને સૂરજ : ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા